

રાજકોટની જેલમાં બંધ ઇસમેં વ્યાજે આપેલ રકમની પઠાણી ઉઘરાણી કરી લેબર કોન્ટ્રાકટરએ મારી નાખવાની ધમકી આપી તેના સાગરીતોએ પણ ધમકી આપતા પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી હતી જે ચાર પૈકી ત્રણ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે તેમજ એક આરોપી રાજકોટ જેલમાં હોવાથી જેલમાંથી લાવવાની કાર્યવાહી પોલીસે શરુ કરી છે
વાંકાનેરના રહેવાસી દેવેન્દ્રભાઈ બળવંતભાઈ સગર (ઉ.વ.૪૨) નામના લેબર કોન્ટ્રાકટરે વર્ષ ૨૦૨૨ માં રૂપિયા ૧૦ લાખ ૧૦ ટકાના વ્યાજે આરોપી સરફરાજ હુશેન મકવાણા પાસેથી લીધા હતા જે આરોપી હત્યાના ગુનામાં જેલમાં હોવાથી તેના સાગરિત મારફત જેલમાં મળવા બોલાવી વ્યાજના પૈસાની ઉઘરાણી કરી હતી તેજ પેરોલ પર આવીને છરી બતાવી વ્યાજના પૈસા સમયસર ચુકવવા નહીતર એક મર્ડરમાં અંદર છું બીજું મર્ડર કરતા વાર નો લાગે તેવી ધમકી આપી હતી અને ૩૫ લાખ વસુલ્યા છતાં વધુ સાડા પંદર લાખની ઉઘરાણી માટે ધમકીઓ આપી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
આરોપીઓ સાકીર ઇકબાલ ઘોઘારી રહે હાલ ઝવેરી શેરી મોરબી, રમજાન ઉર્ફે રમજુ કરીમ માડકીયા રહે સંધીવાસ ટંકારા અને પુનીત કનૈયાલાલ મનવાણી રહે રવાપર રેસીડેન્સી , રવાપર ઘુનડા રોડ મોરબી વાળાને ઝડપી લીધા છે આરોપી સરફરાજ હુશેન મકવાણા હાલ રાજકોટ જેલમાં બંધ હોવાથી જેલમાંથી લાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે