મોરબીમાં ગુંડારાજ : કારમાં આગ લગાવો કે મહિલાના ગળામાંથી ચેન ખેંચી લો, કોઈ રોકનાર નહિ ?

શહેરમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા લાગ્યા છતાં ગુનાખોરી રોકવામાં પોલીસ નિષ્ફળ

 

 

મોરબી શહેરને ગુનાખોરીથી મુક્ત કરવા માટે મસમોટા ખર્ચે શહેરના તમામ મુખ્ય માર્ગો સીસીટીવી કેમેરાથી સુરક્ષિત કરવામાં આવ્યા છે ઠેર ઠેર કેમેરા લાગ્યા છતાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો ના હોય તેમ બેફામ બની ગયા છે મોરબી શહેરમાં એ ડીવીઝન વિસ્તારમાં કારને આગ લગાવી દેવામાં આવી હતી તો કલેકટર કચેરી નજીક ચીલઝડપ કરી લુખ્ખા તત્વોએ પોલીસની કામગીરી ઉઘાડી પાડી છે

મોરબીના સો ઓરડી રોડ પર કલેકટર કચેરી નજીક ચીલઝડપનો બનાવ બન્યો છે જેમાં ડબલ સવારી બાઈકમાં આવેલ બે ઇસમોએ મહિલાના ગળામાંથી ચેનની ચીલઝડપ કરી હતી જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી જીલ્લા કલેકટર અને એસપી કચેરી રોડ પર ચીલઝડપને અંજામ આપી આવારા તત્વોએ પોલીસનું નાક કાપ્યું છે જીલ્લા પોલીસવડા કચેરી નજીક ચીલઝડપ કરી આવા તત્વોએ પોલીસનો કોઈ ડર નથી તે પણ સાબિત કર્યું છે

બીજી ઘટના મોરબી એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં બની હતી શહેરના પોશ ગણાતા રવાપર રોડ પર અનુપમ સોસાયટીમાં પાર્ક કરેલી બ્રેઝા કારને આગ ચાપી દેવામાં આવી હતી રાત્રીના સમયે અજાણ્યા ઇસમોએ કારને નિશાન બનાવી હતી અને કારમાં આગ લગાવી દીધી હતી જે સમગ્ર ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે કાર સળગાવી અજાણ્યા ઈસમો ફરાર થયા હતા જે બંને ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે

મોરબી એ ડીવીઝન અને બી ડીવીઝન પોલીસ મથક હદ વિસ્તારમાં બંને ઘટનાને અંજામ આપી આવારા તત્વોએ પોલીસના નાઈટ પેટ્રોલિંગની પોલ ખોલી નાખી છે પોલીસ નાઈટ પેટ્રોલિંગના દાવા કરે છે પરંતુ ખરેખર જો પોલીસ નાઈટ પેટ્રોલિંગ કરતી હોય તો આવારા તત્વો બંને ઘટનાને અંજામ આપવામાં સફળ થયા હોય ખરા ? તેવા સવાલો પણ યથાસ્થાને છે

Leave A Reply

Your email address will not be published.