મોરબી મહાનગરપાલિકા વોર્ડ ૭ ની કમિશનર સહિતની ટીમે મુલાકાત લઇ સૂચનો આપ્યા

  મોરબી મહાનગરપાલિકા. કમિશનર દ્વારા વોર્ડ નં. ની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન વોર્ડના સફાઈ કર્મચારીઓની હાજરીની ચકાસણી કરવામાં આવી હતી. તદુપરાંત આસ્વાદ પાન પાસે આવેલ GVP પોઈન્ટ તથા સતારભાઈની પાણીની ટાંકી પાસે, ખુશ્બુ હોસ્પિટલ પાસે અને દાઉદી પ્લોટમાં આવેલ GVP પોઈન્ટની મુલાકાત લઈ સ્થળ પરની સ્વચ્છતા અને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.

      ઉપરાંત નાગર પ્લોટ પાસે, સૌમ્યા સોસાયટી અને SBI બેન્ક ખાતે ડોરટુડોર કચરા સંગ્રહ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ નાગર પ્લોટ વિસ્તારમાં C&D ક્લીનર દ્વારા સફાઈ કામગીરી અંગે પણ તપાસ કરવામાં આવી હતી. ત્રિકોણબાગ ખાતે આવેલ જાહેર શૌચાલયની મુલાકાત લઈ સફાઈ બાબતે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.બાદમાં નાસ્તા ગલી પાસે આવેલ નાળાની સફાઈ અંગે ચર્ચા કરવામાં આવી તેમજ નાસ્તા ગલી વિસ્તારમાં દબાણ હટાવવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. સુધારા શેરીમાં ચા વેચનારાઓ જાહેર માર્ગ પર ઊભા રહેતા હોય તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.હાથલારી મારફતે શેરીઓમાંથી કચરો ઉપાડવાની કામગીરી પણ કરાવવામાં આવી હતી.દાઉદી પ્લોટ વિસ્તારમાં ગટર સફાઈ અંગે પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.તો કાયજી પ્લોટ વિસ્તારમાં જાહેરમાં પાણીનો બગાડ કરતા તેમજ જાહેરમાં કચરો સળગાવતા ઇસમો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

Leave A Reply

Your email address will not be published.