માળીયાના નવલખી ગામે શ્રી પાટાવાળી મેલડી માતાજીનો માંડવો યોજાશે


માળીયા તાલુકાના નવલખી ગામ પાસે આવેલ આસ્થા શ્રદ્ધાના પ્રતીક સમાન શ્રી પાટાવાળી મેલડી માતાજી મંદિરનો માંડવો નવલખી ગામ સમસ્ત દ્વારા તા. 11 / 4 / 2026 ને શનીવારે મંદિરને આંગણે યોજાશે
જેમા સવારે શુભ ચોઘડિયાએ થાંભલી રોપણ બાદ સવારે 10 થી મહાપ્રસાદ અને સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી ડાકની રમઝટ જેમા મોરબીના જાણીતા જીગ્નેશ રાવળ માતાજીના દુહા છંદ ને ગરબાની રમઝટ બોલાવશે ધર્મ પ્રેમી જનતા એ માંડવાના દર્શનને મહાપ્રસાદના લાભ લેવા આયોજક તરફથી આમંત્રણ પાઠવ્યું છે




