


રઘુવંશી યુવક મંડળ દ્વારા તાજેતરમાં લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભવન મોરબી ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૯ થી કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને શિલ્ડ, સર્ટીફીકેટ અને વિવિધ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
જે કાર્યક્રમમાં ૨૭૦ થી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા જેમાંથી દરેક ધોરણમાં પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવનાર ૧૧૫ થી વધુ વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કર્યા હતા જે સમારોહમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા



