મોરબીના સતવારા સમાજના વિદ્યાર્થીઓ માટે શ્રી સતવારા સમાજ સંગઠન – મોરબી દ્વારા એક વિશેષ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર – ૨૦૨૬ નું ભવ્ય આયોજન

મોરબીના સતવારા સમાજના વિદ્યાર્થીઓ માટે શ્રી સતવારા સમાજ સંગઠન – મોરબી દ્રારા તમામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સાચી કારકિર્દીની પસંદગી માટે એક વિશેષ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર – ૨૦૨૬ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં મુખ્ય જામખંભાળિયાના નિષ્ણાતો શિક્ષણ અને કારકિર્દી ક્ષેત્રના અનુભવી માર્ગદર્શકો ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. તેમજ SPIPA મોરબી જિલ્લા કો-ઓર્ડિનેટર મોરબી જિલ્લામાં સરકારી નોકરીની તૈયારી કરાવતા તજજ્ઞ ખાસ ઉપસ્થિત રહેશે. અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સરકારી નોકરી, ધોરણ ૧૦/૧૨ પછી શું? અને કોલેજ પછીના શ્રેષ્ઠ વિકલ્પો અંગે સચોટ માહિતી આપશે.

સેમિનારમાં બેઠક વ્યવસ્થા અને આયોજનની સરળતા માટે દરેક વિદ્યાર્થીએ અગાઉથી નોંધણી (Registration) કરાવવી ફરજિયાત છે.
👇 નોંધણી કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો:

🔗 [ https://forms.gle/EkXaWknjPyxAEMsRA ]

🗓 કાર્યક્રમની વિગત

📅 તારીખ: 15/08/2026 (શનિવાર – સ્વાતંત્ર્ય દિન)
⏰ સમય: રાત્રે 9:30 કલાકે
📍 સ્થળ: શ્રી સતવારા સમાજ વાડી, પંચાસર રોડ , મોરબી.

સતવારા સમાજના વિદ્યાર્થીઓ અને વાલીઓ આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં સમયસર પધારી આયોજનને સફળ બનાવો તેવું શ્રી સતવારા સમાજ સંગઠન – મોરબી તરફથી ભાવભર્યું નિમંત્રણ છે.

Leave A Reply

Your email address will not be published.