

મોરબી શહેરમાં રેલ્વે સ્ટેશન રોડ ખાતે શ્રી જડેશ્વર મહાદેવનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે જે અંદાજિત 125 વર્ષ જૂનું છે સમય સમય પ્રમાણે એનો જીર્ણોદ્ધાર થતો રહ્યો કહેવાય છે જે તે સમયે મોરબીના રાજા લગધીરજી બાપુએ પણ જીર્ણોદ્ધારમાં પુષ્કળ રસ ધરાવેલો. ભારત આઝાદ થયા બાદ ભારત સરકારના આદેશ મુજબ તમામ જાહેર મિલકત ચેરિટી કમિશનરના અંડરમાં નોંધાવવી અને જે તે લોકો વહીવટ કરતા તે લોકો ટ્રસ્ટ બનાવી અને રજૂ કરે અને તે વખતના તમામ કાર્યકરોએ સાથે રહી 1962માં આ ટ્રસ્ટ રજીસ્ટ્રેશન થયું
શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ (ટ્રસ્ટ) સ્ટેશન રોડ મોરબી ખાતે શ્રી જડેશ્વર મંદિરના સાનિધ્યમાં શ્રાવણ માસ દરમિયાન વિવિધ કાર્યક્રમો ઉજવાશે જેમાં શ્રાવણ માસના દર સોમવારે વહેલી સવારે ૪ : ૩૦ થી ૫ : ૩૦ વહેલી સવારે (રામ પ્રહારમાં) નિજ ગૃહમાં (રુદ્રી), સવારે ૯ કલાકે ધ્વજારોહણ, બપોરે ૧૨ કલાકે બ્રહ્મભોજન (ભંડારો) અને સાંજે ૫ કલાકે શૃંગાર દર્શન, સાંજે ૭ કલાકે ૧૦૮ દીવાની દીપમાલા, દર સોમવારે સાંજે ફરાળ-પ્રસાદ અને દર સોમારે સાંજે ૭ : ૩૦ કલાકે મહાઆરતી યોજાશે વધુ માહિતી માટે શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ (ટ્રસ્ટ) ના ટ્રસ્ટી રાજેન્દ્રભાઈ ભટ્ટ અને ટ્રસ્ટી યશવંતભાઈ જોશીનો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે