મોરબીના મચ્છુ ૩ ડેમના ૨ દરવાજા ૨ ફૂટે ખુલ્લા, બે તાલુકાના ૨૧ ગામોને એલર્ટ

 

મોરબીના જુના સાદુળકા પાસે મચ્છુ ૩ સિંચાઈ યોજનામાં રૂલ લેવલ મુજબનું પાણી ભરાઈ ગયું છે અને પાણીની આવક ચાલુ હોવાથી નદીમાં પાણી છોડવાની જરૂરત હોવાથી ડેમના ૨ દરવાજા ૨ ફૂટ ખોલવામાં આવ્યા છે અને ૩૩૪૮ કયુસેક ઇન્ફ્લો સામે ૩૩૪૮ આઉટ ફલો લેવલ જાળવી રાખવામાં આવ્યું છે

 

મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી) ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા એમ ૧૩ ગામો તેમજ માળિયા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળિયા (મી.) હરીપર અને ફતેપર એમ આઠ ગામો મળીને કુલ ૨૧ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે ગ્રામજનોએ નદીના પટમાં અવરજવર નહિ કરવા સુચના આપવામાં આવી છે

 

Leave A Reply

Your email address will not be published.