મોરબી જિલ્લામાં ‘કલા મહાકુંભ ૨૦૨૬-૨૭’ ની તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓની તારીખો તથા સ્થળ જાહેર

તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેનાર તમામ કલાકારોએ નિયત સ્થળ અને સમયે ઉપસ્થિત રહેવું

 

 

મોરબી જિલ્લામાં કલા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ગુજરાત સરકારના રમતગમત, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના દિશાનિર્દેશ હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા ‘કલા મહાકુંભ ૨૦૨૬-૨૭’ ની તાલુકા તેમજ ઝોન કક્ષાની સ્પર્ધાઓના સ્થળ અને સમયપત્રક જાહેર કરવામાં આવ્યા છે.

 

જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકા ઝોન ૧ અને ૨ ની સ્પર્ધા ૨ ઓક્ટોબરના રોજ શ્રી વાત્સલ્ય વિદ્યાલય ખાતે સવારે ૭:૩૦ વાગ્યે, ઝોન ૩ તથા મોરબી ગ્રામ્ય તાલુકા કક્ષાની સ્પર્ધા ૪ ઓક્ટોબરના રોજ શ્રી સાર્થક વિદ્યાલય ખાતે સવારે ૭:૩૦ વાગ્યે યોજાશે. આ ઉપરાંત હળવદ તાલુકા કક્ષાની સ્પર્ધા ૩ ઓક્ટોબરના રોજ બપોરે ૨:૦૦ વાગ્યે શ્રી મહર્ષિ ગુરૂકુળ ખાતે, વાંકાનેર તાલુકા કક્ષાની સ્પર્ધા ૧૦ ઓક્ટોબરના રોજ સવારે ૭:૩૦ વાગ્યે શ્રીમતી એલ.કે. સંઘવી હાઈસ્કૂલ ખાતે અને ટંકારા તાલુકા કક્ષાની સ્પર્ધા ૧૧ ઓક્ટોબરના રોજ સવારે ૭:૩૦ વાગ્યે વિરપર સ્થિત શ્રી નાલંદા વિદ્યાલય ખાતે યોજાશે. કલા મહાકુંભમાં નોંધાયેલા તમામ સ્પર્ધકોએ સમયસર નિયત સ્થળે રિપોર્ટિંગ કરવા મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Leave A Reply

Your email address will not be published.