


પાડધરા નજીક આવેલ ખાણના માલિકે પરપ્રાંતીય શ્રમિકોની માહિતી morbi ASSURED એપ્લીકેશનમાં આપી ના હતી અને સંબંધિત કચેરીમાં જાણ ના કરી કે રજીસ્ટ્રેશન ના કરાવી જાહેરનામાંનો ભંગ કર્યો હતો જેથી પોલીસે જાહેરનામાં ભંગ સબબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર તાલુકા પોલીસમાં ફરજ બજાવતા જીતેન્દ્રભાઈ કાંતિલાલ અઘારાએ આરોપી ભરત બાબુભાઈ ઓડદરા રહે હાલ પાડધરા મૂળ રહે ખાપટ તા. પોરબંદર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભરતભાઈ પાડધરા ગામની આગળ ભેરડા ગામ તરફ જતા રોડ પર બેલાની ખાણના માલિક હોય અને જાહેરનામાંથી માહિતગાર હોવા છતાં તેની નીચે કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોના આઈડી પ્રૂફ મેળવ્યા ના હતા અને સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરી ના હતી તેમજ MORBI ASSURED એપ્લીકેશનમાં રજીસ્ટ્રેશન ના કરાવી જાહેરનામાં ભંગ કર્યો છે વાંકાનેર તાલુકા પોલીસે જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે