મોરબીના ગાળા નજીક ફેકટરીના કન્વેયર બેલ્ટમાં આવી જતા યુવાનનું મોત

 

ગાળા ગામ નજીક આવેલ સિરામિક ફેકટરીના કન્વેયર બેલ્ટમાં આવી જતા ૩૫ વર્ષના શ્રમિક યુવાનનું મોત થયું હતું બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે

 

મોરબી તાલુકાના ગાળા ગામ નજીક આવેલ સોલોરેક્ષ ટાઈલ્સ ફેકટરીમાં કામ કરતા બીનુભાઈ મુનસિંગ (ઉ.વ.૩૫) નામના યુવાન ગત તા. 22 ના રોજ ફેકટરીમાં કામ કરતા હતા ત્યારે કન્વેયર બેલ્ટમાં આવી જતા ઈજા પહોંચતા મોત થયું હતું બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.