

ગણેશનગરમાં રહેતા આરોપીના મકાનમાં રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂની ૪૮ બોટલનો મુદામાલ જપ્ત કરી આરોપીને ઝડપી લીધો છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાવડી રોડ ગણેશનગરમાં રહેતા આરોપી જાવેદ જાનમામદ સંધવાણીના મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં મકાનમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૪૮ કીમત રૂ ૨૨,૮૦૦ નો મુદામાલ કબજે લઈને આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે