ટંકારાના નાના ખીજડીયામાં મજુરોના આધાર પુરાવા જમા ન કરાવનાર વાડી માલિક સામે ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે પોતાની વાડીમાં પરપ્રાંતીય મજૂરોને રાખી તેમની માહિતી પોલીસ મથકે જમા ન કરાવનાર વાડી માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ ટંકારા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

નાના ખીજડીયાથી ઘૂનડા જતા રસ્તે આવેલી વાડીમાં જયંતીભાઈ પરસોત્તમભાઈ બારૈયાએ પરપ્રાંતીય મજૂરોને મજૂરી કામ અર્થે રાખ્યા હતા. નિયમ મુજબ આ મજૂરોના આધાર-પુરાવા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના હોય છે, જે ન કરાવીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો અનાદર કરવામાં આવ્યો હતો. આથી વાડી માલિક સામે ટંકારા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Leave A Reply

Your email address will not be published.