ટંકારાના લજાઈ નજીક છાતીમાં દુખાવો થયા બાદ આધેડનું મોત

 

લજાઈ નજીક આવેલ ઉમા સંસ્કારધામ ખાતે ૪૫ વર્ષીય આધેડ હોય ત્યારે છાતીમાં દુખાવો થતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું

 

મૂળ જોડિયા તાલુકાના જશાપર ગામના વતની હાલ ધ્રોલ જ્યોતિપાર્ક સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ રામજીભાઈ પનારા (ઉ.વ.૪૫) નામના આધેડ ટંકારા તાલુકાના લજાઈ નજીક આવેલ ઉમા સંસ્કારધામ ખાતે હતા ત્યારે છાતીમાં દુખાવો થતા મોરબી આયુષ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડ્યા હતા સારવાર દરમિયાન આધેડનું મોત થયું હતું ટંકારા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.