

મોરબીનાં સામા કાંઠા વિસ્તારમાં આવેલ ગોપાલ સોસાયટીનાં એક રહેણાક મકાનમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. મકાન માલિક પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અડ્ડો ચલાવતો હોવાની બાતમીના આધારે આ રેડ પાડવામાં અઆવી હતી.
મળતી માહિતી મુજબ, ગોપાલ સોસાયટીમાં ધરમશીભાઈ ભગવાનજીભાઈ પટેલ નામના શખ્સના રહેણાક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન મકાન માલિક ધરમશીભાઈ પટેલ ઉપરાંત ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા ધનજીભાઈ કેશવજીભાઈ પટેલ, અનિલભાઈ મગનભાઈ પટેલ અને અંકિતભાઈ દશરથભાઈ પટેલ નામના શખ્સો ઝડપાઈ ગયા હતા. પોલીસે રોકડા રૂ. ૩૯,૪૦૦ તથા ગંજીપતાના પાના કબજે કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.