માળિયા-કચ્છ હાઈવે પર બંધ ટ્રક પાછળ ટ્રક અથડાતા ચાલકનું ઘટનાસ્થળે મોત


માળિયા-કચ્છ હાઈવે પર બંધ ટ્રક પાછળ ટ્રક અથડાતા ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું માળિયા પોલીસે બનાવ મામલે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
રાજસ્થાનના વતની મદનસિંહ રતનસિંહ રાવત (ઉ.વ.૩૧) વાળાએ ઈસ્માઈલ હાસમ સુમરા રહે ડુમરા ગામ કચ્છ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧ ના રાત્રીના બારેક વાગ્યે ફરિયાદી પોતાનું ટ્રક ટ્રેઇલર જીજે ૧૨ બીડબલ્યુ ૬૬૧૭ લઈને મીઠું ભરીને ખાલી કવા જતા હતા સાથે ક્લીનર હતો રાત્રીના કંડલા મોરબી નેશનલ હાઈવે પર દેવ સોલ્ટ મીઠાના કારખાના પાસે પહોંચતા ટ્રકનું ટાયર ફાટવાનો અવાજ આવતા ટ્રક રોકી જોવા નીચે ઉતર્યા હતા પાર્કિંગ લાઈટ ચાલુ રાખી ટ્રક ટાયર ચેક કરતા હતા ત્યારે પાછળથી કોઈ વાહન અથડાવવાનો અવાજ આવ્યો હતો જેથી જોતા બલકર જીજે ૧૨ બીવાય ૯૬૬૬ પાછળ અથડાયું હતું અને ડ્રાઈવર કેબીનમાં ફસાયો હતો જે ચાલક ઈસ્માઈલ હાસમ સુમરા (ઉ.વ.૩૨) જાણવા મળ્યું હતું જેને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું
આમ બલ્કર જીજે ૧૨ બીવાય ૯૬૬૬ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી બંધ પડેલ ફરિયાદીના ટ્રક ટ્રેઇલર જીજે ૧૨ બીડબલ્યુ ૬૬૧૭ ના પાછળના ભાગે અથડાવી પોતાને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે