

મહેન્દ્રનગર ચોકડીથી હળવદ જતા રોડ પર બાઈક સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બાઈક સવાર પિતા અને પુત્રી પડી જતા ૯ વર્ષની પુત્રીનું પિતાની નજર સામે મોત થયું હતું અને પિતાને ઈજા પહોંચી હતી પોલીસે બનાવની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના મહેન્દ્રનગર ગામે દેવ પાર્ક સોસાયટીમાં રહેતા કાર્તિકભાઈ જયંતીભાઈ જલાલજી (ઉ.વ.૪૭) વાળાએ બાઈક જીજે ૩૬ એએમ ૭૩૪૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૩૦ ના રોજ રાત્રીના ફરિયાદી કાર્તિકભાઈ અને તેની ૯ વર્ષની દીકરી દીવ્જા બંને બાઈક જીજે ૦૧ ઈએલ ૨૫૨૨ લઈને મહેન્દ્રનગર ચોકડી ગયા હતા અને બાદમાં પરત ઘરે જતા હોય ત્યારે ઇન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ સામે મહેન્દ્રનગર હળવદ રોડ પર આરોપી બાઈક ચાલકે પુરઝડપે બાઈક ચલાવી પાછળથી ઠોકર મારી હતી
જેથી બાઈક સવાર ફરિયાદી કાર્તિકભાઈ અને પુત્રી દીવ્જા બંને નીચે પડી જતા દીકરી દીવ્જાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને ફરિયાદી કાર્તિકભાઈને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી મોરબી બી ડીવીઝન પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે