મોરબીની તપોવન સ્કૂલમાં Be the Best સેમીનાર યોજાયો

તાજેતરમાં તપોવન વિદ્યાલય & કોમર્સ સ્કૂલ મોરબી ખાતે Be The Best સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં Zems Training Institute ના ઓનર સુરેશભાઈ બાવરવા દ્વારા શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું

વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિ ઉજાગર થાય એવા હેતુથી આપણી શાળામાં માઈન્ડ પાવર સેમિનાર યોજવામાં આવ્યો હતો. સેમીનારમાં લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, બેડ હેન્ડ રાઈટીંગ, ઈંગ્લીશ લર્નિંગ, મેથ્સમાં કન્ફયુઝન, એકાગ્રતાનો અભાવ, નબળી યાદશક્તિ, મોબાઈલનું વળગણ, સહિતના મુદા પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

જે બદલ શાળાના ચેરમેન અશોકભાઈ રંગપરીયા, આચાર્ય નરેશભાઈ સાણજા અને પ્રાથમિક વિભાગના સંચાલક દીપ્તિ રંગપરીયા અને સમગ્ર સ્ટાફે આભાર વ્યક્ત કર્યો હતો

Leave A Reply

Your email address will not be published.