

મોરબી શહેરના શનાળા રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડ ખાતે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ભગવાન ગણેશની આરતી, પૂજન ઉપરાંત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગત રાત્રીના જાદુગરનો ભવ્ય શો યોજાયો હતો જે શો નિહાળવા સોસાયટીના રહીશો ઉપરાંત શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા બાળકો સહિતનાઓએ જાદુગર શોનો આનંદ માણ્યો હતો



