




જબલપુર ગામના રહેવાસી મહિલાને ઓનલાઈન એપ્લીકેશનમાંથી મંગાવેલ વસ્તુનો ઓર્ડર કેન્સલ થયાનું જણાવી મોબાઈલ હેક કરી જાણ બહાર રૂ ૯૫ હજારની રકમ મેળવી ચીટીંગ કર્યાની ફરિયાદ નોંધાઈ છે
ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા શીતલબેન વિશાલભાઈ કગથરા (ઉ.વ.૨૫) નામની મહિલાએ મોબાઈલ નંબર ૦૮૦૪૦૦૧૧૪૫૦ ના ધારક અને ઇન્ડીયન ઓવરસીસ બેંક ખાતા ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૯-૦૯ થી આજદિન સુધી આરોપીએ ફરિયાદી શીતલબેનને મીન્ત્રા એપ્લીકેશનમાંથી વસ્તુ મંગાવેલ હોય જે ઓર્ડર કેન્સલ થયેલ હોવાનું જણાવી વિશ્વાસ કેળવી વોટ્સએપમાં પીડીએફ સ્વરૂપમાં એપીકે ફાઈલ મોકલી હતી અને મોબાઈલ હેક કરી બેંક ખાતામાંથી રૂ ૯૫ હજારની રકમ મેળવી આજદિન સુધી પરત ના આપી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
