માળિયાના ખાખરેચી રેલ્વે ફાટક નજીક માનસિક અસ્થિર યુવાનનું ટ્રેન અડફેટે મોત

 

ખાખરેચી રેલ્વે ફાટક નજીક રેલ્વે ટ્રેક પર માનસિક અસ્થિર યુવાનનું ટ્રેનની ઠોકરે મોત થયું હતું પોલીસે બનાવ મામલે તપાસ હાથ ધરી છે

 

માળિયા (મી.) તાલુકાના ખાખરેચી ગામના રહેવાસી શૈલેશભાઈ વિઠલભાઈ સંખેસરીયા (ઉ.વ.૩૨) નામના માનસિક અસ્થિર યુવાન ગામ આજુબાજુ પોતાની રીતે રખડતો હોય અને બાદમાં ઘરે પરત આવી જતો હતો ગત તા. ૨૨ ના રોજ રાત્રે જમીને ઘરેથી નીકળ્યા બાદ ઘરે પરત આવ્યો ના હતો અને તા. ૨૩-૧૧ ના રાત્રીના ૨ : ૫૫ વાગ્યાના અરસામાં રખડતા રખડતા ખાખરેચી ગામની રેલ્વે ફાટક નજીક રેલ્વે ટ્રેક પર ટ્રેન અડફેટે આવી જતા મોત થયું હતું માળિયા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.