મોરબીના કિન્નરે મહેસાણા નજીક સીપીઆર આપી વૃદ્ધનો જીવ બચાવી માનવતા મહેકાવી

 

મોરબીથી અંબાજી સુધી પદયાત્રા સંઘ રવાના થયો હતો અને મહેસાણા નજીક પહોંચતા એક વૃદ્ધને ચક્કર આવ્યા હતા ત્યારે મોરબીના કિન્નર સીમરન માસીએ અજાણ્યા વૃદ્ધને સીપીઆર આપી વૃદ્ધનો જીવ બચાવી લીધો હતો

 

મોરબીથી જય અંબે યાત્રા સંઘ અંબાજી મંદિર સુધી પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના કિન્નર સીમરન માસી સહિતના પણ જોડાયા હતા પદયાત્રા સંઘ મહેસાણા ખારી નદીના પુલ નજીક પહોંચ્યો ત્યારે એક વૃદ્ધ પુલ પાસે ઉભા હતા જેને અચાનક ચક્કર આવતા પડી ગયા હતા અને સીમરન માસીને ધ્યાન જતા તુરંત વૃદ્ધને સીપીઆર આપવાનું શરુ કરી દીધું હતું તેમજ એમ્બ્યુલન્સને પણ જાણ કરી હતી એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી સીપીઆર આપી બાદમાં ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમે વૃદ્ધને સારવાર આપતા વૃદ્ધનો જીવ બચી ગયો હતો સીમરન માસીની સમયસુચકતાને પગલે એક વ્યક્તિનો જીવ બચી ગયો હતો અને સીમરન માસીએ માનવતા મહેકાવી હતી

Leave A Reply

Your email address will not be published.