હળવદ પ્રજાપતિ સમાજના સ્મશાન ખાતે ગોડાઉન નિર્માણ માટે રૂ ૩.૨૯ લાખની ગ્રાન્ટ ફાળવાઈ, ખાતમુર્હત કાર્યક્રમ યોજાયો

 

હળવદના પ્રજાપતિ સમાજના સ્મશાનગૃહ ખાતે ગોડાઉનના નિર્માણ માટે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા ₹3.29 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી – ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો.

હળવદ શહેરના વિકાસની સાથે વિવિધ સમાજોની સુવિધાઓ અને પાયાની જરૂરિયાતોને પ્રાધાન્ય આપવાના હેતુથી ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા હળવદ ખાતે આવેલ પ્રજાપતિ સમાજના સ્મશાનગૃહમાં લાકડા તેમજ છાણાના સંગ્રહ માટે ગોડાઉનનું નિર્માણ કરવા માટે રૂપિયા 3.29 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટના માધ્યમથી સ્મશાનગૃહ ખાતે લાકડા અને છાણાનો વ્યવસ્થિત સંગ્રહ થઈ શકે તે માટે ગોડાઉન બનાવવામાં આવશે. જેના પરિણામે સ્મશાનગૃહની વ્યવસ્થામાં સુવિધા અને સ્વચ્છતા જળવાઈ રહેશે તેમજ સમાજના લોકોને લાંબા સમય સુધી ઉપયોગી એવી સુવિધા ઉપલબ્ધ થશે.

આ વિકાસકાર્યનું ખાતમુહૂર્ત પ્રજાપતિ સમાજના આગેવાનો તથા હળવદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ફોરમબેન વિશાલભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રજાપતિ સમાજના તમામ આગેવાનો, હળવદ નગરપાલિકાના ઉપપ્રમુખ સતીશભાઈ પટેલ, નગરપાલિકાના તમામ ચેરમેન તથા નગરપાલિકાના તમામ સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave A Reply

Your email address will not be published.