ટીંબડી નજીક ચારસવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાયું, શાળાએ જતા વિદ્યાર્થીનું મોત

૧૩ વર્ષના સગીરનું મોત, ત્રણ સગીર મિત્રોને ઈજા પહોંચી

 

 

મોરબીના પીપળી ટીંબડી પાટિયા રોડ પર અકસ્માત સર્જાયો હતો જેમાં શાળાએ જતા ચાર સગીર વિદ્યાર્થીઓનું બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા બાઈક સવાર ત્રણ સગીરોને ઈજા પહોંચી હતી તો ૧૩ વર્ષના સગીરનું ગંભીરને પગલે મોત થયું છે મોરબી તાલુકા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

 

મૂળ રાજસ્થાનના વતની હાલ મોરબીના પીપળી ગામ શિવ પાર્ક સોસાયટી ૨ માં રહેતા રાધેશ્યામ સોકસિંહ રાવત (ઉ.વ.૩૯) વાળાએ ટ્રેક્ટર જીજે ૨૦ એકયું ૩૨૫૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના દીકરા રામચંદ્ર (ઉ.વ.૧૩), આર્યન (ઉ.વ.૧૫), પ્રિન્સ (ઉ.વ.૧૪) અને રાજદીપ (ઉ.વ.૧૪) ચારેય ફરિયાદી રાધેશ્યામભાઈનું બાઈક જીજે ૩૬ એએચ ૬૭૧૦ લઈને સ્વસ્તિક હાઈસ્કૂલ પીપળી જતા હતા ત્યારે પીપળી ટીંબડી પાટિયા આરસીસી રોડ પર શિવાજી ટ્રાન્સપોર્ટ સામે પહોંચતા ટ્રેક્ટર ચાલકે બાઈકને સામેથી ટક્કર મારી હતી

 

જે અકસ્માતમાં ફરિયાદીના દીકરા રામચન્દ્રને માથામાં અને પગમાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું તેમજ બાઈકમાં સવાર આર્યન, પ્રિન્સ અને રાજદીપને ઈજા પહોંચી હતી મોરબી તાલુકા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.