


હળવદ પંથકમાં છેલ્લા ૨-૩ દિવસથી અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે નવરાત્રીના પ્રથમ દિવસે સાંજે જૂથ અથડામણને કારણે અશાંતિનો માહોલ સર્જાયો હતો અને પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી તો ગત રાત્રીના ચંદ્રગઢ ગામે માથામાં બોથડ પદાર્થના ઘા ઝીકી યુવાનની હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામમાં માથામાં બોથડ પદાર્થના ઘા ઝીકી યુવાનની હત્યા કરવામાં આવી હતી અનિલભાઈ રામજીભાઈ જાદવ (ઉ.વ.૨૭) નામના યુવાનની કોઈ અજાણ્યા ઇસમ દ્વારા હત્યા કરવામાં આવી હતી યુવાન મોડી સાંજ સુધી વાડીથી ઘરે પરત ફર્યો ના હતો અને પરિવારજનો યુવાનને શોધતા શોધતા વાડીએ પહોંચ્યા હતા જ્યાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો યુવાનને માથામાં બોથડ પદાર્થના ઘા ઝીકી ઘાતકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે જોકે યુવાનની હત્યા ક્યાં કારણોસર કરવામાં આવી તે કારણ હાલ સ્પષ્ટ નહિ હળવદ પોલીસે હત્યાની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે અને આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે