મોરબી : ફાયનાન્સ કંપનીઓ અને બેન્કની મનમાની નહિ ચાલે, ગ્રાહક અદાલતનો મહત્વનો ચુકાદો, જાણો….



મોરબીના વતની સતીષ જાદવજીભાઈ ધોરીયાણીને આધાર ફાયનાન્સમાં અન્યાય થતા મોરબીના ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ગ્રાહક અદાલતમાં આધાર ફાયનાન્સ સામે કેસ દાખલ કરતા નામદાર કોર્ટે ગ્ર્હ્કને પ્રોપર્ટીના દસ્તાવેજ પરત આપવા ક્લોઝર રકમ માફ કરવા અને તા. ૧૭-૦૪-૨૬ પ્રતિ દિવસ ૫૦૦૦ રૂપિયા ૯ ટકા વ્યાજ સહીત અને ખર્ચ સહીત ૧૧ લાખ ચુકવવા આદેશ કર્યો છે
જે કેસની વિગતો મુજબ મોરબીના ધોરીયાણી સતીષ જાદવજીભાઈએ બે પ્રોપર્ટી ઉપર આધાર ફાયનાન્સ પાસેથી રૂ ૨૪,૫૮,૭૨૫ ની લોન લીધી હતી અને રેગ્યુલર હપ્તા સાથે લોન ભરપાઈ કરી આપી ગ્રાહકે નો ડ્યુ સર્ટીફીકેટની માંગણી કરતા આધાર ફાયનાન્સ તરફથી લોન ક્લોઝરના રૂ ૮૩,૦૦૦ માંગ્યા હતા અને આ રકમ ભર્યા પછી નો ડ્યુ સર્ટીફીકેટ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું જેથી સતીષભાઈએ અન્યાય મામલે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં આધાર ફાય્ન્ન્સ સામે કેસ દાખલ કર્યો હતો આધાર ફાયનાન્સ ક્લોઝર ચાર્જ લઇ સકે નહિ કારણકે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના તા. ૦૭-૦૫-૨૦૨૧ ના નોટીફીકેશન વિરુદ્ધ છે
વધુમાં કોર્ટે જણાવ્યું કે ગ્રાહક પાસેથી આવી રકમ વસુલવી તે અપ્રમાણિક અને આધાર ફાયનાન્સની સેવામાં ખામી છે આધાર ફાયનાન્સે દસ્તાવેજો મોર્ગેજ કરવામાં ઢીલ કરી છે ગ્રાહક લોન ભરપાઈ કરી આપે એટલે ૨૦ દિવસમાં દસ્તાવેજ પરત કરવા જોઈએ અને નો ડ્યુ સર્ટીફીકેટ ઈશ્યુ કરી આપવું જોઈએ રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના નોટીફીકેશન વિરુદ્ધ ચાર્જ ગ્રાહક પાસેથી માંગીને મોર્ગેજ તથા નો ડ્યુ સર્ટીફીકેટ આપવામાં ઢીલ કરી છે માટે રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના નોટીફીકેશન મુજબ પ્રતિ દિવસ રૂ ૫૦૦૦ લેખે તા. ૧૭-૦૪-૨૬ થી ૯ ટકાના વ્યાજ સાથે રૂ ૫૦૦૦ ખર્ચ મળી કુલ રૂ ૧૧ લાખ ચુકવવા આદેશ કર્યો છે