વિશ્વ હિંદુ પરિષદ-દુર્ગાવાહિની દ્વારા મોરબીમાં શુક્રવારે પથ સંચલન યોજાશે

 

વિશ્વ હિન્દુ પરિષદ – દુર્ગાવાહિની, સુરેન્દ્રનગર વિભાગ દ્વારા મોરબી જિલ્લા ખાતે ભવ્ય પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું છે તથાં આ પથ સંચલનમાં મુખ્ય અતિથિ અને વક્તા તરીકે પિંકીબેન પવાર ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

આ પથ સંચલનનું આયોજન તા. ૦૨/૦૯/૨૦૨૬, શુક્રવારના રોજ કરવામાં આવ્યું છે તથાં પથ સંચલનનો પ્રારંભ બપોરે ૪:૦૦ કલાકે થશે અને સાંજે ૭:૦૦ કલાકે પૂર્ણ થશે અને પથ સંચલન પૂર્ણ થયાં બાદ બાપાસીતારામ ચોક ખાતે વિહિપ – દુર્ગાવાહિની અખિલ ભારતીય સહ સંયોજીકા મા.શ્રી પિંકીબેન પવાર ના વક્તવ્ય દ્વારા માર્ગદર્શન રહશે.

પથ સંચલનનો રૂટ બાપા સીતારામ ચોકથી પ્રસ્થાન → એવન્યુ પાર્ક → સીતા ચોક → રામ ચોક → નવાબસસ્ટેન્ડ → બાપા સીતારામ ચોક રહેશે. વિશ્વ હિન્દુ પરિષદ – દુર્ગાવાહિની દ્વારા મોરબીની સમગ્ર હિન્દુ ધર્મપ્રેમી જનતાને આ પથ સંચલનને નિહાળવા તથા ઉપસ્થિત રહી ઉત્સાહ વધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે. આ પથ સંચલનના માધ્યમથી સમાજમાં એકતા, સંસ્કાર અને સંગઠનની ભાવનાને વધુ મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવશે.

 

સ્થળ: બાપાસીતારામ ચોક, મોરબી.

દિનાંક: ૦૨/૦૯/૨૦૨૬ ને શુક્રવાર

સમય: બપોરે ૪:૦૦ કલાક થી સાંજે ૭:૦૦ કલાક સુધી

Leave A Reply

Your email address will not be published.