હળવદના ચરાડવા નજીક હોટલમાં જમવા જતા દંપતીના બાઈકને કારે ટક્કર મારી

અકસ્માતમાં દંપતીને ઈજા પહોંચાડી કાર સ્થળ પર મૂકી ચાલક ફરાર

 

 

હળવદ તાલુકાના ચરાડવા નજીક દંપતી બાઈકમાં જતું હતું જેને અલ્ટો કારના ચાલકે પાછળથી ઠોકર મારી અકસ્માત કર્યો હતો અકસ્માતમાં બાઈક સવાર દંપતીને ઈજા પહોંચી હતી અને કાર મૂકી ચાલક નાસી ગયો હતો

 

હળવદ તાલુકાના ગોકુળિયા ગામના રહેવાસી ગીરધરભાઈ શામજીભાઈ બાવરવા (ઉ.વ.૫૯) વાળાએ અલ્ટો કાર જીજે ૧૩ સીબી ૮૩૮૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૩ ના રાત્રીના સાડા નવેક વાગ્યે ફરિયાદીના દીકરા નીલેશભાઈ અને તેના પત્ની કાજલબેન બંને બાઈક જીજે ૩૬ સી ૩૨૧૪ લઈને હોટેલમાં જમવા જતા હતા ત્યારે ચરાડવા ગામથી આગળ જીઇબી પાવર હાઉસ પાસે કાર ચાલકે પાછળથી બાઈકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદીના દીકરા નીલેશભાઈને શરીરે અને કેડના ભાગે ફ્રેકચર ઈજા કરી તેમજ પુત્રવધુ કાજલબેનને માથા અને મોઢાના ભાગે ઈજા કરી પોતાની કાર સ્થળ પર મૂકી કાર ચાલક નાસી ગયો હતો હળવદ પોલીસે ફરીયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.