વાંકાનેર સિવિલ હોસ્પીટલના ડોક્ટર પર હુમલાની ફરિયાદ , ભાજપ અગ્રણીએ વળતા આક્ષેપો કર્યા

હોસ્પીટલના ડોક્ટર દર્દીઓને સારવાર આપતા નથી તેવો હોસ્પિટલ કર્મીએ આરોપ લગાવ્યો પાલિકા પૂર્વ પ્રમુખના પુત્રએ પણ ડોક્ટર સારવાર ના આપતા રજૂઆત કરવા ગયાનું જણાવ્યું

 

વાંકાનેર સિવિલ હોસ્પીટલમાં દર્દીને સારવાર મામલે ડોક્ટર પર હુમલા મામલે નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર શીત બે વિરુદ્ધ ડોકટરે પોલીસ ફરિયાદ નોંધાવી છે તો સામાપક્ષે આરોપીએ પણ ડોક્ટર સારવાર આપતો ના હોવાના આક્ષેપો કર્યા છે તેમજ સિવિલ હોસ્પિટલ કર્મચારીએ પણ દવાનો સ્ટોક હોવા છતાં સારવાર આપતા ના હોવાના ડોક્ટર વિરુદ્ધ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા

 

વાંકાનેર તાલુકાના પલાસડી ગામે રહેતા અને વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા મોહમદ અબ્દુલરહીમ વકાલીયાએ આરોપીઓ અમિત સેજપાલ રહે વાંકાનેર અને અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત ત. ૨૩ ના રોજ ફરિયાદી ડોક્ટર પોતાની ફરજ પર હોય ત્યારે સાંજે અમૃતલાલ મણિશંકર ઠાકર નામના દર્દી તાવની સારવાર માટે આવ્યા જેથી સારવાર આપી હતી અને બાદમાં તેના અગાઉ કરેલ રીપોર્ટ બતાવતા તેઓ કેન્સર દર્દી હોવાનું જણાઈ આવ્યું હતું અને સ્થિતિ ગંભીર હોવાથી તેને એમ.ડી. મેડીસીન ડોક્ટર પાસે સારવાર કરાવવી જરૂરી હોય, હોસ્પીટલમાં એમડી મેડીસીન ડોક્ટર હાજર ના હોવાથી તેને રાજકોટ, મોરબી અથવા ખાનગી હોસ્પીટલમાં રીફર થવાની સલાહ આપી હતી જેથી દર્દી સાથે આવેલ તેના સગાઇ રકઝક કરી જતા રહ્યા હતા બાદમાં સ્ટાફના કોઈ વ્યક્તિ આવી કહેવા લાગ્યા કે અમિત સેજપાલ તમને મળવા આવ્યા છે

 

અમિત સેજપાલ અને તેની સાથે આવેલી અજાણી વ્યક્તિ કહેવા લાગ્યા નોકરી પર તું છું અત્યારે કેટલા વર્ષ થયા તારા, તારી જેટલી ઉમર છે એના કરતા વધુ અનુભવ છે તું ટ્રીટમેન્ટ કેમ કરતો નથી કહીને માથાકૂટ કરવા લાગ્યા અને ધમકી આપી તારે અહિયાં નોકરી કરવી છે ને ? વધુ બોલાચાલી ના થાય માટે ડોક્ટર ઓપીડી જવા લાગ્યા ત્યારે અમિત સેજપાલે હુમલો કરી ગરદનના પાછળના ભાગે થપાટ મારી આમ અમિત સેજપાલ અને અજાણ્યા વ્યક્તિએ હોસ્પીટલમાં આવી ધમકી આપી તેમજ અમિત સેજપાલે હુમલો કર્યો હતો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

દર્દીને સારવાર આપતા નથી, તાવ-શરદીમાં રાજકોટ રીફર કરે છે

બનાવ મામલે જેના પર આરોપો લાગ્યા છે તેવા વાંકાનેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર અમિત સેજપાલે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે તેના મમ્મી ૩ દિવસ પૂર્વે તાવ શરદી વાયરલ ઇન્ફેકશન હોવાથી સારવાર માટે ગયા હતા પરંતુ ઉદ્ધત વર્તન કર્યું હતું અને સારવાર મળી ના હતી જેથી હોસ્પિટલ જઈને પૂછતા તમે કોણ છો અને ઉદ્ધત વર્તન કર્યું હતું મારો કેસ નથી, એમડીને બતાવો અને રાજકોટ રીફર કરવા કહી દીધું હતું સિવિલ હોસ્પીટલના વોર્ડમાં એકપણ દર્દી દાખલ નથી કોઈ દર્દીને સારવાર મળતી નથી આગેવાન હોવાને નાતે દર્દીઓને રજૂઆત કરે છે અને પૂછતાં સ્ટોક નથી દવા નથી સરકારમાં રજૂઆત કરો તેવા જવાબો આપે છે સામાન્ય કેસમાં રાજકોટ રીફર કરવાનું કહી દે છે

 

મારી માતાને પણ સારવાર નહોતી મળી  : હોસ્પિટલ કર્મચારીનો ગંભીર આક્ષેપ

જે મામલે સિવિલ હોસ્પીટલના કર્મચારી દીપેન ચંદારાણાએ ડોક્ટરની કામગીરી પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે તેના માતાને સારવાર માટે લાવ્યા હતા પરંતુ સારવાર મળી ના હતી જેથી અન્ય સ્થળે બતાવ્યું પરંતુ સારું ના થતા ફરી સિવિલ લાયા હતા ડોક્ટર દવા અને ઇન્જેક્શન સ્ટોક નથી તેવું કહે છે પરંતુ તે કર્મચારી હોય દવાનો અને ઇન્જેક્શનનો પુરતો સ્ટોક હોવાનું કહી રહ્યા છે અને ડોક્ટર દર્દીઓને સારવાર આપતા નથી તેવો આરોપ લગાવ્યો હતો

Leave A Reply

Your email address will not be published.