વાંકાનેરમાં ગોડાઉનમાં કામ કરતા મજુરોને ગાળો આપી ધમકી, શ્રમિકને ફડાકા ઝીકયા

 

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે આવેલ ગોડાઉનમાં કામ કરતા શ્રમિકોને ત્રણ ઇસમોએ આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી અને એક શ્રમિકને ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

 

રાજકોટના સોરઠીયાવાસી સર્કલ પાસે કોઠારિયા કોલોનીમાં રહેતા નીલેશભાઈ બાબુભાઈ જલુએ આરોપીઓ ભરતસિંહ, ભુપતસિંહ અને અલી જેના પુરા નામ આવડતા નથી તે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ચ જેમાં જણાવ્યું છે કે અરીયાદી સરકારી કોન્ટ્રાકટ રાખે છે જીલ્લામાં GSWC નો કોન્ટ્રાકટ તેમની પાસે છે જે અંતર્ગત વાંકાનેર નર્સરી ચોકડી થાન રોડ પર સીમેલા કારખાનાનું ગોડાઉન ભાડે રાખેલ છે અને વઘાસીયા ટોલનાકા પાસે વાઈટ હાઉસ કારખાનાનું ગોડાઉન ભાડે રાખેલ છે આજથી એક અઠવાડિયા પહેલા થાન રોડ પર સીમેલા ગોડાઉનમાં મજુરો કામ કરતા હતા ત્યારે એક મજૂરનો ફોન આવ્યો કે આપણા ગોડાઉને ભરતસિંહ, ભુપતસિંહ અને અલી આવ્યા છે જે અમને ધમકાવી ગોડાઉન બહાર કાઢે છે અને ગોડાઉનમાંથી બહાર કાઢી મુક્યા હતા

 

બાદમાં વઘાસીયા ટોલનાકા પાસે વાઈટ હાઉસ ગોડાઉનમાં કામ કરતા મજુરો પૈકી મહેશભાઈ રહે વીંછીયા વાળાનો ફોન આવ્યો કે ભરતસિંહ, ભુપતસિંહ અને અલી આવીને કાળથી અહી મજુરી કામે આવતા નહિ આવશો તો ટાંટિયા ભાંગી નાખશું તેવી ધમકી આપી હતી અને બે ઝાપટ મારી લીધી હતી જેથી ફરિયાદી વાંકાનેર ગોડાઉન ગયા હતા જ્યાં મજુરોને પૂછતાં અમારે અહી મજુરી કરવી નથી કામ કરવું નથી અમને ગાળો આપે છે અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે તેવી વાત કરી મજુર કામ મૂકી નાસી ગયા છે વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.