મોરબીમાં ગ્રામ્ય રૂટની બસોના ધાંધિયાથી રોષે ભરાયેલી વિદ્યાર્થીનીઓનો બસ સ્ટેશનમાં ચક્કાજામ

નવા બસ સ્ટેન્ડમાં ચક્કાજામ કરી બસો રોકી વિરોધ નોંધાવ્યો ડેપો મેનેજરે બસો તરણેતર મેળામાં મોકલ્યાનું કબુલ્યું

 

તરણેતર મેળામાં બસ તેમજ ડ્રાઈવર અને કંડકટર મોકલી દેવાતા ગ્રામ્ય રૂટો કેન્સલ કરવામાં આવ્યા છે જેથી ગ્રામ્ય રૂટની બસો ના મળતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હેરાન પરેશાન થતા હોવાથી આજે રોષે ભરાયેલી વિદ્યાર્થીનીઓએ નવા બસ સ્ટેશનમાં જ ચક્કાજામ કરી બસો રોકી રોષ ઠાલવ્યો હતો

મોરબીના ગ્રામ્ય રૂટની બસોના ધાંધિયાથી વિદ્યાર્થીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા હતા ગ્રામ્ય રૂટની બસો અનિયમિત આવતા પ્રતિદિન અપડાઉન કરી અભ્યાસ અર્થે મોરબી આવતા વિદ્યાર્થીઓ સમયસર શાળા-કોલેજ પહોંચી સકતા ના હોવાથી આજે વિદ્યાર્થીનીઓની ધીરજ ખૂટી ગઈ હતી નવા બસ સ્ટેશન ખાતે ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે વેણાસર અને ખેવારીયા-બરવાળા રૂટની બસો અનિયમિત આવે છે છેલ્લા ઘણા દિવસોથી બસ નિયમિત મળતી નથી જેથી વિદ્યાર્થીઓને હેરાન થવું પડે છે આજે સવારે પણ મહા મુશેકેલીએ તેઓ મોરબી અભ્યાસ અર્થે પહોંચ્યા હતા વિદ્યાર્થીઓએ નવા બસ સ્ટેન્ડના એન્ટ્રી અને એક્ઝીટ એમ બંને રસ્તા બંધ કરી ચક્કાજામ કરી દેતા થોડીવાર માટે બસોની અવરજવર અટકી ગઈ હતી ડેપો અધિકારીએ બે દિવસમાં પ્રશ્નના ઉકેલની ખાતરી આપતા આખરે મામલો થાળે પડ્યો હતો

બે રૂટ માટે એક જ બસ ફાળવવાનો આક્ષેપ

રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ મીડિયાને જણાવ્યું હતું કે બે રૂટ માટે બે બસની જરૂરત સામે માત્ર એક જ બસ ફાળવવામાં આવે છે ભારે ભીડ વચ્ચે બસના દરવાજે લટકી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આવવું પડે છે રજૂઆત છતાં કોઈ સાંભળતું ના હોવાથી આજે ચક્કાજામ કરવામાં આવ્યું હતું

 

મેળામાં બસ ફાળવી હોવાનો ડેપો મેનેજરનો સ્વીકાર

ડેપો મેનેજર પ્રવિણસિંહ કુંપાવતે સ્વીકાર કર્યું હતું કે વેણાસર રૂટની બસ તરણેતર મેળામાં ફાળવી હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે મેળામાં ૧૦ ડ્રાઈવર અને ૫ કંડકટર ફાળવ્યા હતા મેળો પતી જાય એટલે રાબેતા મુજબ રૂટ ચાલુ થઇ જશે

 

Leave A Reply

Your email address will not be published.