

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કે છળકપટથી મેળવેલ મોટરસાયકલ સાથે એક ઈસમને એસઓજી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એસઓજી ટીમ જીલ્લામાં બનતા ચોરીના બનાવો અટકાવવા તથા અન-ડિટેકટ ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના મકનસર ગામ ક્રિષ્ના વિજય નળિયાના કારખાના સામે સર્વિસ રોડ પર આવતા ઢુવા તરફથી એક મોટરસાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં એક ઇસમ નીકળતા તેને રોકી કાગળો માંગતા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો અને કાગળો નહિ હોવાનું જણાવ્યું હતું જેથી ઇસમ પાસેથી મળી આવતા મોટરસાયકલ ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવતા બાઈક જીજે ૧૩ બીસી ૯૯૩૨ કીમત રૂ ૪૦ હજાર વાળું કબ્જે લઈને આરોપી અલ્પેશ રમેશભાઈ બોહકીયા રહે વાવડી તા. થાનગઢ વાળાને ઝડપી લઈને મોરબી તાલુકા પોલીસ મથકને આગળની કાર્યવાહી અર્થે સોપેલ છે