વાંકાનેરના ઝાંઝર સિનેમા નજીક બે બાઈક અથડાતા વૃદ્ધનું મોત

 

વાંકાનેરના ઝાંઝર સિનેમા નજીક સર્વિસ રોડ પર બે બાઈક સામસામે અથડાતા વૃદ્ધનું મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

 

મૂળ વાંકાનેર તાલુકાના પંચાસર હાલ ભાવનગર શિશુ વિહાર પાસે રહેતા આશીફ ઉસ્માનભાઈ ભોરણીયા (ઉ.વ.૪૨) વાળાએ બાઈક જીજે ૩૬ બીએ ૦૨૫૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતા ઉસ્માનભાઈ ભોરણીયા તેનું બાઈક લઈને ઘરેથી વાંકાનેર તરફ જતા હતા ત્યારે ઝાંઝર સિનેમા સામે સર્વિસ રોડ પર બાઈક જીજે ૩૬ બીએ ૦૨૫૮ ના ચાલકે બાઈક પુરઝડપે ચલાવી ફરિયાદીના પિતાના બાઈક સાથે અથડાવી અકસ્માત કર્યો હતો સામસામે બાઈક અથડાતા ફરીયીદના પિતા ઉસ્માનભાઈને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.