

શહેરની ગોકુલ મથુરા સોસાયટીમાં રહેતા ૪૯ વર્ષીય આધેડ પોતાના ઘરે બાથરૂમ જતા ચક્કર આવતા પડી જતા બેભાન થઇ જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં આધેડનું મોત થયું હતું
મોરબીના કેનાલ રોડ ગોકુલ મથુરા સોસાયટી વર્ણી હાઈટ્સ ફ્લેટ નં ૧૦૨ ના રહેવાસી જગદીશભાઈ કરમશીભાઈ શેરશીયા (ઉ.વ.૪૯) નામના આધેડ પોતાના ઘરે બાથરૂમ જવા માટે જતા ચક્કર આવતા પડી જતા બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે