

મોરબી શહેર અને તાલુકામાં અપમૃત્યુના બનાવોમાં પાંચ વ્યક્તિના મોત મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પાંચ બનાવો મામલે પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
પ્રથમ બનાવમાં મોરબીના લખધીરનગર ગામે આલ્ફા સિરામિક લેબર કોલોનીમાં રહેતા રાહુલભાઈ માનસિંગ નાયક (ઉ.વ.૨૬) નામના યુવાન કેનાલમાં પડી જતા ડૂબી જતા જોધપર નદી ગામ પાસે મચ્છુ ૨ ડેમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો બીજા બનાવમાં મોરબીના બેલા ગામની સીમમાં અજાણ્યો પુરુષ આશરે ૩૦ થી ૩૫ વર્ષ વાળાનો મૃતદેહ મળી આવ્યો હતો બેલા ગામની સીમમાં સ્માર્ટી ગોડાઉન કારખાના પાસે જાહેરમાં મૃતદેહ મળી આવતા પોલીસે પીએમ અર્થે ખસેડી વાલીવારસની શોધખોળ હાથ ધરી છે
ત્રીજા બનાવમાં વાંકાનેરના પલાસ ગામે રહેતા કાનાભાઈ મોતીભાઈ ગમારા નામના યુવાન લખધીરપુર રોડ પર કોરલ ગોલ્ડ યુનિટ ૨ સિરામિક કારખાનામાં શેડ ઉપર પતરાનું કામ કરતા હતા ત્યારે પતરું તૂટી જતા નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચી હતી સારવાર માટે મોરબી ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું ચોથા બનાવમાં મોરબીના નીચી માંડલ ગામે શેરોન સિરામિકમાં રહેતા પ્રિયાબેન વિનોદભાઈ નાગર (ઉ.વ.૧૮) નામની યુવતી પોતાના લેબર ક્વાર્ટરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું
જયારે પાંચમાં બનાવમાં મોરબીની શોભેશ્વર સોસાયટીમાં રહેતા રાજેશકુમાર હીરાલાલ કુરીલ (ગૌતમ) (ઉ.વ.૪૬) નામના આધેડ બપોરે પોતાના ઘરે હોય તાય્રે ચારેક વાગ્યાની આસપાસ તબિયત બગડતા શહેરની ખાનગી હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા સારવારમાં આધેડનું મોત થયું હતું