

પંચાસર રોડ પર ત્રિપલ સવારી બાઈકમાં ત્રણ યુવાનો બાઈક પાર્કિંગ કરવા જતા હતા ત્યારે સ્કોર્પીઓ કારના ચાલકે અચાનક યુ ટર્ન લેતા બાઈક સવાર ત્રણેય યુવાનો પડી જતા ઈજા પહોંચી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના વિસીપરા અમરેલી રોડના રહેવાસી રાહુલ બાબુભાઈ અખિયાણી (ઉ.વ.૨૦) વાળાએ સ્કોર્પીઓ કાર જીજે ૩૬ એપી ૦૦૮૩ ના ચાલક પ્રીત પાંચોટિયા રહે મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી રાહુલ, કરણ અને સતીષ ત્રણેય બાઈક જીજે ૩૬ એકયું ૬૪૭૧ લઈને પંચાસર ચોકડીથી આગળ મોટરસાયકલ પાર્કિંગ કરવા જતા હતા ત્યારે સરકારી પશુ દવાખાનું મોરબી પાસે આવતા સ્કોર્પીઓ કાર જીજે ૩૬ એપી ૦૦૮૩ ના ચાલકે અચાનક યુ ટર્ન લેતા બાઈક સાથે અથડાવી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં બાઈક સવાર ફરિયાદી રાહુલ, કરણ અને સતીષને ઈજા પહોંચી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે