વિજયનગર સોસાયટીમાં જુગાર રમતા સાત ઝડપાયા, રૂ ૩૦,૮૦૦ રોકડ જપ્ત

 

કન્યા છાત્રાલય રોડ પર આવેલ વિજયનગર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે એક ઇસમનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિજયનગર સોસાયટી કન્યા છાત્રાલય રોડ પર જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જુગાર રમતા મનસુખભાઈ નરભેરામભાઈ સાણંદીયા, રમેશભાઈ મગનભાઈ વસાણીયા, હસમુખભાઈ લખમણભાઈ કાનેટીયા. રાકેશભાઈ જીવરાજભાઈ લો, સુભાષભાઈ કુરજીભાઈ ભૂત, હેમંતભાઈ ભગવાનભાઈ વડગામા અને ભાવેશભાઈ ચંદુભાઈ રૂપાલા એમ સાતને ઝડપી લઈને રોકડ રૂ ૩૦,૮૦૦ જપ્ત કરી છે આરોપી પુનીત રમેશ સુરાણીને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.