

જન્માષ્ટમી પર્વે રાત્રીના ૧૨ કલાકે મોરબીના ગ્રીન ચોકમાં મટકી ફોડ કાર્યક્રમ દર વર્ષે યોજવામાં આવે છે અને આ વર્ષે પણ ડીજે સાથે મટકીફોડ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે રાત્રીના ૧૧ વાગ્યાના અરસામાં ગ્રીન ચોક ટાવરમાં પડેલા લાકડામાં આગ લાગી હતી જેથી મોરબી ફાયર ટીમ તુરંત દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો પ્રાથમિક માહિતી મુજબ ટાવર પર માત્ર લાકડા સળગ્યા હતા અને સામાન્ય આગ લાગી હતી જેને ફાયર વિભાગની ટીમે સમયસર કાબુમાં લીધી હતી જોકે આગને પગલે થોડીવાર માટે મટકીફોડ કાર્યક્રમમાં આવેલા શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો

