મોરબી-હળવદમાં પાંચ સ્થળે જુગાર રેડ, ૨૯ પત્તાપ્રેમીઓ રોકડ સાથે ઝડપાયા

 

મોરબી અને હળવદ પંથકમાં પોલીસે પાંચ સ્થળોએ રેડ કરી જુગાર રમતા ૨૯ ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે અને તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

પ્રથમ રેડ બી ડીવીઝન પોલીસે ત્રાજપર ગામમાં હડકાઈ માતા વાડી શેરીમાં કરી હતી જાહેરમાં જુગાર રમતા સાવન હિતેશ માલકીયા અને તુલસી રમેશ ઉપસરીયાને ઝડપી લઈને રોકડ રૂ ૩૯૨૦ જપ્ત કરી છે

 

બીજી રેડ બી ડીવીઝન પોલીસે ત્રાજપર ગામ સનુરા વાળી શેરીમાં કરી હતી જાહેરમાં જુગાર રમતા અમિત ભરત કુંવરીયા, રાહુલ સુરેશ મકવાણા અને સુનીલ રમેશ મકવાણાને ઝડપી લઈને રોકડ રૂ ૫૩૦૦ જપ્ત કરી છે

 

ત્રીજી રેડ સીટી એ ડીવીઝન પોલીસે કંડલા બાયપાસ તુલસીપાર્ક શેરી નં ૩ માં કરી હતી જાહેરમાં જુગાર રમતા કાનજીભાઈ ઉર્ફે કાનભાઈ સામતભાઈ કુંભારવાડિયા, દેવદાન આયદાનભાઈ કુંભારવાડિયા, પ્રવીણ સામતભાઈ બોરીચા, રમેશ લાખાભાઈ સવસેટા, અનીલ શાંતિભાઈ ગૌસ્વામી, વિજય આયદાનભાઈ જીલરીયા, ભરત બાબુભાઈ બોરીચા , ભરત છગનભાઈ ગોગરા અને મયુરસિંહ રાજેન્દ્રસિંહ પરમાર એમ નવને ઝડપી લઈને રોકડ રૂ ૨૪,૩૦૦ જપ્ત કરી છે

 

ચોથી રેડ સીટી બી ડીવીઝન પોલીસે વિસીપરા લાયન્સનગરમાં કરી હતી મંદિર સામેની શેરીમાં જુગાર રમતા અજય તળશીભાઈ ચાવડા, મુનેશ પ્રેમજીભાઈ ચાવડા, અજય મોહનભાઈ વાઘેલા, વિક્રમ પ્રેમજીભાઈ ચાવડા, દેવજી મુકેશભાઈ પરમાર, શામજી ધીરૂભાઈ અગેચણીયા અને સવજી તુલશીભાઈ વાઢેર એમ સાતને ઝડપી લઈને રોકડ રૂ ૧૧,૫૫૦ જપ્ત કરી છે

 

પાંચમી રેડ હળવદ પોલીસે સુસવાવ ગામ પાછળ આવેલ વોકળામાં કરી હતી બાવળની કાંટમાં જુગાર રમતા લખમણ રણછોડભાઈ માલકીયા, દિવ્યેશ મનીષભાઈ માલકીયા, રાવજી હમીરભાઈ રઠોડ, સબીર ગુલામ ભટ્ટી, દિનમહમદ ગુલમામદ રાઉંમાં, મેહુલ મનસુખ માલકીયા, સુજલ નરેશભાઈ માલકીયા અને નરેશ ગોવિંદભાઈ માલકીયા એમ આઠને ઝડપી લઈને રોકડ રૂ ૪૧,૫૦૦ જપ્ત કરી છે

 

Leave A Reply

Your email address will not be published.