ટંકારાના જોધપર ગામે જુગાર રમતા બે ઝડપાયા, બે ફરાર

 

જોધપર (ઝાલા) ગામમાં પોલીસે રેડ કરી જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને રોકડ અને બે મોબાઈલ સહીત રૂ ૨૩,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે બે આરોપીઓ નાસી જતા પોલીસે વધુ તપાસ ચલાવી છે

 

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જોધપર (ઝાલા) ગામે કોળીવાસમાં ચોકમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા જગદીશભાઈ ભરતભાઈ છીપરીયા અને કિશન વિનોદભાઈ સારેસા એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૪૦૦ અને બે મોબાઈલ કીમત રૂ ૧૩,૦૦૦ મળીને રૂ ૨૩,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપીઓ શક્તિસિંહ હરદેવસિંહ ઝાલા અને આકાશ રમેશભાઈ છીપરીયા એમ બે ઈસમો નાસી જતા પોલીસે વધુ તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.