

મોરબી વાંકાનેર હાઈવે પર લાલપર ગામ નજીકથી ક્રેટા કારમાં ૭૦૦ લીટર દેશી દારૂની હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લઈને પોલીસે દેશી દારૂ અને કાર સહીત કુલ રૂ ૫.૫૫ લાખનો મુદામાલ કબજે લીધો છે તેમજ અન્ય ત્રણ ઇસમોના નામો ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની ક્રેટા કાર જીજે ૧૦ સીજી ૪૬૩૦ વાળીમાં દેશી દારૂ ભરી વાંકાનેરથી લાલપર ગામ થઈને મોરબી તરફ આવે છે જેથી ટીમે વોચ ગોઠવી હતી અને લાલપર ગામ નજીકથી ક્રેટા કાર રોકી તલાશી લેતા ૭૦૦ લીટર દેશી દારૂ કીમત રૂ ૧,૪૦,૦૦૦ નો જથ્થો મળી આવતા દેશી દારૂ, કાર કીમત રૂ ૪ લાખ અને બે મોબાઈલ કીમત રૂ ૧૫,૦૦૦ સહીત કુલ રૂ ૫,૫૫,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી સલીમ ઉર્ફે સલો બાબુભાઈ વીકીયાણી રહે સરાયા તા. ટંકારા વાળાને ઝડપી લીધો છે અન્ય ઈસમો ઈરફાન, સદામ જામ અને સલીમ ઉર્ફે રાહુલ પઠાણ રહે ત્રણેય મોરબી વાળાના નામો ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે