

મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં અપમૃત્યુના બે બનાવોમાં મહિલા અને યુવાન એમ બે વ્યક્તિના મોત થતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
પ્રથમ બનાવમાં મોરબીના ઇન્દિરાનગર મંગલમ વિસ્તારમાં રહેતા ભાનુબેન દિલીપભાઈ પંસારા (ઉ.વ.૪૫) નામની મહિલા બીમાર હતા અને તેની તબિયત ઘરે ખરાબ થતા શહેરની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા બીજા બનાવમાં મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા રણજીતભાઈ રાઘવજીભાઈ ઉપસરીયા (ઉ.વ.૩૨) નામના યુવાન નવા ધરમપુર ગામે પથ્થરની ખાણના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મોરબી બી ડીવીઝન અને મોરબી તાલુકા પોલીસે બંને બનાવો મામલે તપાસ ચલાવી છે