ઘૂટું નજીક દુકાનમાંથી કોપર વાયરની ચોરી કરનાર કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સહીત ત્રણ ઝડપાયા

 

મોરબીના ઘૂટું નજીક દુકાનમાંથી કોપર વાયરની ચોરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે ચોરી થયેલ કોપર વાયર અને રોકડ સહીત રૂ ૮૦,૦૦૦ નો મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે

 

મોરબી તાલુકા પોલીસ ટીમ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે ઘૂટું ગામની સીમમાં આઈટીઆઈ પાસે જારી ઝાંખડામાંથી ચોરીમાં ગયેલ કોપર વાયરનો મુદામાલ જપ્ત કરી આરોપીઓ રાકેશ ભુપતભાઈ શકેરા અને રાજુ સવસીભાઇ દેલવાણીયા રહે બંને મોરબી વાળા અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી લઈને ચોરી થયેલ કોપર વાયર ૮૦ કિલો કીમત રૂ ૧૮,૦૦૦ અને રોકડ રૂ ૬૨,૦૦૦ સહીત કુલ રૂ ૮૦,૦૦૦ નો મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે તેમજ આરોપી જયેશ ઉર્ફે ભાણો ચમનભાઈ કુંઢીયા રહે ઘૂટું તા. મોરબી વાળાનું નામ ખુલતા તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.