મોરબી જિલ્લા કલેક્ટર ટંકારા પોલીસ સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા, તમામ વિભાગોનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું 

 

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બને તેમજ સરકારી કચેરીઓની કામગીરી પારદર્શી અને લોકાભિમુખ રહે તેવા આશય સાથે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ટંકારાની મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરએ પોલીસ સ્ટેશનના તમામ રજીસ્ટર્સનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને કાયદાકીય સજ્જતા અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. આ ઉપરાંત, તેમણે પોલીસ મથકમાં કાર્યરત વિવિધ વિશિષ્ટ એકમોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ફરજ પરના પોલીસ કર્મચારીઓ સાથે સીધો સંવાદ સાધીને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ. તેમજ પોલીસ ક્વાટરનું નિરીક્ષણ કર્યું હતું સમગ્ર પોલીસ સ્ટેશન પરિસરની સુરક્ષા વ્યવસ્થાની સાથે તેમણે ત્યાંની આંતરિક સ્વચ્છતાનું પણ બારીકાઈથી અવલોકન કર્યું હતું અને જરૂરી સૂચનાઓ આપી હતી.

 

Leave A Reply

Your email address will not be published.