

મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ આજે સભાખંડમાં યોજાઈ હતી જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા રખડતા ઢોર અને ફૂડ ચેકિંગના પ્રશ્નનો તો સ્વીકાર કર્યો હતો પરંતુ સ્ટાફ ના હોવાનો રાગ આલાપી હાથ ખંખેરી લીધા હોય તેવો ઘાટ સર્જાયો છે
મોરબી મહાનગરપાલિકાના સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન જયંતભાઈ પડસુંબીયા, કમિશ્નર સંગીતાબેન રૈયાણીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જે બેઠકમાં વિવિધ મુદે ચર્ચા કરી એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી તેમજ ફાયર રીપોર્ટ ટેલી કરી ટેન્ડર માટેનો મુદો લેવામાં આવ્યો હતો તો મોરબીમાં રસ્તે રખડતા ઢોરનો પ્રશ્ન વિકરાળ હોવાનો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને સ્વીકાર કર્યો હતો પરંતુ સ્ટાફ ના હોવાનો રાગ આલાપ્યો હતો તેવી જ સ્થિતિ ફૂડ વિભાગની છે હાલ તહેવારોની મોસમ છે અને ફૂડ ચેકિંગ કામગીરી જરૂરી છે પરંતુ એ વિભાગમાં પણ સ્ટાફ ના હોવાનું કહીને હાથ ખંખેરી લીધા હતા જોકે જેટલો સ્ટાફ છે તે કામગીરી કરે છે તેવો બચાવ કર્યો હતો પરંતુ એ કામગીરી ઓછી અધુરી જોવા મળી રહી છે
મોરબીમાં ચોમાસામાં તૂટી ગયેલ રોડ રસ્તામાં પેચ વર્ક કામગીરી અંગે જવાબ આપતા ચેરમેને જણાવ્યું હતું કે મોરબીના આસ્વાદ પાનથી લાતીપ્લોટ મેઈન રોડ, અયોધ્યાપુરી મેઈન રોડ, નાની બજાર રોડ અને માધાપર વિસ્તારમાં પેચ વર્ક કરવામાં આવશે તો મોરબીમાં વરસાદ બાદ ખાડા બુરવા માટે ૩૫૦ ગાડી મોરબી આવી હતી અને ૧૩ વોર્ડમાં કોર્પોરેટરો સાથે સંકલન કરી માટી-મોરમ નાખવામાં આવી છે જોકે ટેન્ડરીંગમાં મોરમ, ટ્રાન્સપોર્ટ અને રોલર હાંકવાનું ૩ વસ્તુનું કરવામાં આવ્યું હતું જેથી જે કામ નથી થયા તે બાદ કરી પેમેન્ટ ચુકવાશે ખાડા બુરવા કોર્પોરેશને દોઢ કરોડ અંદાજે વાપર્યા હોવાનું જણાવ્યું હતું પરંતુ સ્ટેન્ડિંગ ચેરમેન પાસે ખર્ચનો ચોખ્ખો આંકડો પણ ના હતો જે આશ્ચર્યજનક કહેવાય