ટંકારામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં ૧૬ કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપ, ગુણવત્તાની તાત્કાલિક તપાસની માંગ

તપાસ, નમુના પરીક્ષણ કરી ગેરરીતી જણાય તો પેમેન્ટ અટકાવો, કાયદેસર કાર્યવાહી કરો : કિસાન સંઘ

 

ટંકારા તાલુકામાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલ ઘઉંની ગુણવત્તા અંગે ગોડાઉન ખાતે તાત્કાલિક તપાસ, નમુના પરીક્ષણ કરી ગેરરીતી જણાય તો પેમેન્ટ અટકાવી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ભારતીય કિસાન સંઘ મોરબી જીલ્લા દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના મેનેજીંગ ડીરેક્ટરને રજૂઆત કરવામાં આવી છે

ભારતીય કિસાન સંઘ દ્વારા રજૂઆતમાં જણાવ્યું છે કે ટંકારા તાલુકાના ટેકાના ભાવે ઘઉંની ખરીદી દરમિયાન અગાઉ ખેડૂતના ઘઉંની ખરીદીમાં બેદરકારી અને ગ્રેડિંગ સરકારની ગાઈડ લાઈન મુજબ ટેકનીકલ સાધનનો ઉપયોગ કર્યા વગર અધિકારીની રહેમ રાહે ગ્રેડિંગ રીપોર્ટ કરેલ હોય તેવું સામે આવે છે તેવી ગ્રેડિંગ એજન્સી અંગે પણ ગંભીર ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે ખેડૂતોનો માલ ગ્રેડિંગ કરી, વજન કરીને આશરે ૮૩ બારદાન ભરવામાં આવ્યા હોવાનો રેકોર્ડ/રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો છતાં સંબંધિત ખેડૂતને તેનું બીલ/ચુકવણી આપવામાં આવી ના હોવાનું અગાઉ રજુઆતમાં જણાવ્યું હતું

ઘઉંની ખરીદી વખતે સરકાર દ્વારા નક્કી કરાયેલ આ uniform quality specification મુજબ ગુણવત્તા ચકાસણી અને ગ્રેડિંગ કરવામાં આવ્યું હતું કે નહિ તેની નિષ્પક્ષ તપાસ જરૂરી છે તાલુકામાં આશરે ૧,૨૩,૭૨૩ બારદાન ઘઉંની ખરીદી કરવામાં આવી છે અને એક બારદાનમાં ૫૦ કિલો પ્રમાણે ૬૧,૮૬,૧૫૦ કિલોગ્રામ ઘઉં અથવા મણના હિસાબે ૩,૦૯,૩૦૭ મણ સરકાર દ્વારા નક્કી કરાયેલ આશરે ૫૧૭ રૂ પ્રતિ મણના ભાવે ખરીદી કરવામાં આવી છે કુલ રૂ ૧૫,૯૯,૧૧,૯૭૭ થાય છે આટલી મોટી રકમના સરકારી નાણા સંકળાયેલા હોવા છતાં ઘઉંની ખરીદી વખતે નિર્ધારિત ગ્રેડ/ગુણવત્તાના ધોરણોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું ના હોય અથવા ગુણવત્તાની ચકાસણી કર્યા વગર ઘઉં સ્વીકારવામાં આવ્યા હોય તે ગંભીર બાબત છે

જે ગોડાઉનમાં ઘઉંનો જથ્થો રાખવામાં આવ્યો ત્યાં તાત્કાલિક ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ પંચ બેસાડીને સરકારી સ્ટોરેજમાં પણ ગ્રેડિંગ પ્રમાણે જ માલ છે કે કેમ તે પણ જોવું જરૂરી છે જેથી ભારતીય કિસાન સંઘ દ્વારા માંગણીઓ કરવામાં આવી છે કે ટંકારા તાલુકામાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલ સમગ્ર ઘઉં હાલ જે જે ગોડાઉનમાં સંગ્રહિત છે ત્યાં અચાનક સ્થળ તપાસ કરવામાં આવે. ગોડાઉનમાં રહેલ ઘઉંના સરકારી નિયમ મુજબ અધિકૃત નમુના લઇ માન્ય લેબોરેટરીમાં ગુણવત્તા પરીક્ષણ કરવામાં આવે. ખરીદી વખતે કરવામાં આવેલી ગ્રેડિંગ, ગુણવત્તા ચકાસણી, નમુના રીપોર્ટ, વજન કાંટા રેકોર્ડ, ખરીદી રજીસ્ટર, બારદાનની સંખ્યા અને ચુકવણી સંબંધિત તમામ દસ્તાવેજોની તપાસ કરવામાં આવે ખરીદી પ્રક્રિયામાં ફરજ બજાવતા સંબંધિત અધિકારી, કર્મચારી, ખરીદ કેન્દ્રના જવાબદાર વ્યક્તિ તથા અન્ય સંકળાયેલા લોકોની ભૂમિકા અંગે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે જવાબદાર અધિકારી કે જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

 

Leave A Reply

Your email address will not be published.