મોરબી અને હળવદમાં ૨૨૦ કેવી વીજ તાર તૂટી પડવાની ઘટનામાં પોલીસમાં અરજી, કંપની વિરુદ્ધ કાર્યવાહીની માંગ

કંપની અને કોન્ટ્રાકટર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી

 

 

હળવદ તાલુકાના સરંભડા ગામ તેમજ મોરબીના નીચી માંડલ ગામે ખેતરમાંથી પસાર થતી ૨૨૦ કેવી વીજ લાઈન તૂટી પડવાની ઘટના મામલે હળવદ અને મોરબી પોલીસ મથકમાં ખેડૂત દ્વારા અરજી કરીને કંપની અને કોન્ટ્રાકટર વૃદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે

 

હળવદ તાલુકાના સરંભડા ગામે વીજ લાઈન મામલે દિલીપભાઈ પાંચોટિયાએ હળવદ પોલીસ મથક તેમજ નીચી માંડલ ગામે નવલભાઈ કુંડારિયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અરજી કરી જણાવ્યું છે કે ખેતરમાં નાખેલી ૨૨૦ કેવી હાઈ ટેન્શન લાઈનનો તાર અચાનક તૂટી ઉભા પાક વચ્ચે તૂટીને નીચે પડ્યો છે ગુણવત્તા વિહીન કામગીરી અને મેન્ટેનન્સના અભાવે ૨૨૦ કેવી જેવી અતિ ભારે ક્ષમતાની લાઈનનો તાર તૂટી જવો એ દર્શાવે છે કે કંપની અને કોન્ટ્રાકટર દ્વારા વાપરવામાં આવેલ મટીરીયલ હલકી ગુણવત્તાનું છે અને નિયમિત મેન્ટેનન્સ કરવામાં આવતું નથી જેથી માનવ જીવન અને પશુઓ પર ગંભીર જોખમ સર્જાઈ રહ્યું છે તાર તૂટી પડતા પશુ-પક્ષી અને માનવ મૃત્યુનો ભય રહે છે જેથી બેદરકારી દાખવી જાનમાલને જોખમમાં મુકનાર કંપની અને કોન્ટ્રાકટર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે

 

Leave A Reply

Your email address will not be published.