

મોરબી વાંકાનેર હાઈવે પર આવેલ નવા જાંબુડિયા ગામ પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી હતી નવા જાંબુડિયા નજીક આવેલ વિન્ટેલ સિરામિક કારખાના પાસે પાર્ક કરેલા ટ્રકમાં અચાનક આગ લાગી હતી અને આગને પગલે ટ્રકની કેબીન બળીને ખાખ થવા પામી હતી જેથી લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી ફાયર ટીમે સ્થળ પર દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો શોર્ટ સર્કીટને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી


