

આર્ય સમાજ ટંકારા, આર્ય વીર દળ અને ઓરપેટ કન્યા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ટંકારામાં સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસાર અર્થે એક ભવ્ય અને સુંદર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટંકારાના મુખ્ય રાજમાર્ગો પર નીકળેલી રેલીમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા અને સંસ્કૃત ભાષાનું મહત્વ દર્શાવતા બેનરો તથા નારાઓ સાથે વાતાવરણને સંસ્કૃતમય બનાવી દીધું હતું. ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ સમાન સંસ્કૃત ભાષા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને નવી પેઢી આ પ્રાચીન ભાષાના વારસાને ઓળખે તેવા ઉમદા હેતુથી આ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું, જેણે નગરજનોનું વિશેષ ધ્યાન ખેંચ્યું હતું.
ભાવિનભાઈ સેજપાલ


