

ભારતીય જનતા પાર્ટી મોરબી જીલ્લા પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, સંગઠન પ્રભારી તેમજ મહામંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી યુવા મોરચા મંડલના પ્રભારીઓ તેમજ મોરચાના વિવિધ સેલના ઇન્ચાર્જ તેમજ સહ ઇન્ચાર્જની નિમણુક કરી છે, જેમાં મોરબી તાલુકા પ્રભારી તરીકે હિમાંસુભાઈ ડોબરીયા, મોરબી શહેર પ્રભારી કવિનભાઈ શાહ, માળીયા તાલુકા પ્રભારી રિતેષભાઈ લહેરુ, ટંકારા તાલુકા પ્રભારી બળદેવભાઈ જીવાણી, હળવદ શહેર પ્રભારી નીકુંજભાઈ વિડજા, હળવદ તાલુકા પ્રભારી ડૉ. ધવલભાઈ બરાસરા, વાંકાનેર તાલુકા પ્રભારી શિવાંગભાઈ નાનક, વાંકાનેર શહેર પ્રભારી હરેશભાઈ મદ્રેસાણીયા વગેરેને નીમવામાં આવ્યા છે.
આ ઉપરાંત સોશિયલ મીડિયા સેલના ઇન્ચાર્જ તરીકે અમિતભાઈ ડાંગર, સહ ઇન્ચાર્જ તરીકે અંકીતભાઈ મુંદડીયા અને આરસભાઈ વરાણીયા, પીઆરટી એન્ડ યુથ ડેવેલોપમેન્ટ સેલમાં ઇન્ચાર્જ સાગરભાઈ કાસુન્દ્રા, સહ ઇન્ચાર્જ પ્રદીપસિંહ જાડેજા, ચિરાગભાઈ ફુલતરિયા,આત્મનિર્ભર ભારત સેલમાં ઇન્ચાર્જ વિશ્વરાજસિંહ જાડેજા, સહ ઇન્ચાર્જ તરીકે પુનિતભાઈ સરવૈયા અને આર્યનભાઈ ભોજાણી, ખેલો ભારત સેલના ઇન્ચાર્જ અંજુબેન શર્મા કુબાવત. સહ ઇન્ચાર્જ વાસુભાઇ રૂપાલા અને નિખીલભાઈ ભાવસાર,અંત્યોદય સીએસઆર સેલમાં ઇન્ચાર્જ જયદિપસિંહ રાણા, સહ ઇન્ચાર્જ સાવનભાઈ વાઘેલા અને હેતભાઈ મુંદડીયા તથા મીડિયા સેલના ઇન્ચાર્જ તરીકે ભાવિકભાઈ મારવાણીયા, સહ ઇન્ચાર્જ દિવ્યેશભાઈ કુંડારિયા અને ઓમદેવસિંહ જાડેજાની નિમણુક કરવામાં આવી છે.